ટંકારમાં આવતીકાલ શુક્રવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ

- text


ભાલારા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે આયોજન

ટંકારા : ટંકારમાં કાલથી સર્વે પૂર્વજો આત્મ શ્રેયાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે અને રાંદલ માતાજીના તેડામણા પણ કરવામાં આવશે.

ટંકારમાં આવતીકાલ તા.20ના રોજ સર્વે પૂર્વજો આત્મ શ્રેયાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું તા.20 થી 26 સુધી લક્ષ્મી નારાયણ મંદિર,ટંકારા ખાતે રાખેલ છે.કથા રસપાન જયંતિભાઇ શાસ્ત્રી કરાવશે.કથાનો સમય સવારે 9:30 થી 12:30 કલાકે અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે.

કથામાં પોથી યાત્રા તા.20ના રોજ સવારે 7 કલાકે બાલકૃષ્ણ હવેલીથી લક્ષ્મીનારાયણ મંદિર થઈ કથા સ્થળ સુધી,તા.23ના રોજ રામ જન્મ બપોરે 12 કલાકે અને સાંજે 5 કલાકે કિર્તન વધાઈ રાખેલ છે.તા.24ના રોજ સાંજે 5 કલાકે ગિરિરાજ ગોવર્ધન ઉત્સવ,તા.25ના રોજ સાંજે 4:30 કલાકે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ,તા.26ના રોજ કથા પૂર્ણાહુતિ અને સવારે 7 કલાકે દશાંશ યજ્ઞ રાખવામાં આવ્યો છે.તા.22ના રોજ રાંદલ માતાજીની પધરામણી રાખેલ છે.

કથામાં રાત્રી પ્રોગ્રામમાં તા.20ના રોજ ટંકારા ધૂન મંડળ,તા.21ના રોજ સુંદરકાંડના પાઠ મણિધર હનુમાનજી મંદિરના હસુ મહારાજ દ્વારા કરવામાં આવશે.તા.22ના રોજ ટંકારા રાસ- ગરબા,તા.23ના રોજ ટંકારા કેસરિયા કીર્તન મંડળી,તા.24ના રોજ છગન ભગત ભજનિક અને તા.25ના રોજ વિશ્વકર્મા ધૂન-મંડળ સેવા આપશે.

બહારગામથી આવતા ભાવિકો માટે રોજ બપોરે 12:30 કલાકે પ્રસાદ રાખવામાં આવ્યો છે.તેમજ તા.26ના રોજ મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે રાખવામાં આવ્યો છે.આયોજક હેમંતભાઈ કરમશીભાઈ ભાલારા,ભાગેશ્વરીબેન હેમંતભાઈ ભાલારા,મનહરભાઈ(6352048255),અશોકભાઈ(9909365965) એ લોકોને આમંત્રણ આપ્યું છે.

- text

- text