હળવદ ગોઝારી દુર્ઘટના : વિધાનસભાના અધ્યક્ષે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી

- text


વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં મૃતકના પરિવારજનો મુલાકાત લઈ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની ઉંચી જર્જરિત દીવાલે 12 શ્રમિકોને મોતના ખપ્પરમાં હોમી દીધા હતા. આ અતિ દુઃખદ અને કરુણ ઘટનાને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં મૃતકના પરિવારજનો મુલાકાત લઈ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

- text

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની દીવાલ ગઈકાલે અચાનક ધરાશાયી થતા 12 જેટલા શ્રમિકોના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કરુણ મોત નિપજતા હળવદ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ કરુણ દુર્ઘટનાને પગલે ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા સહિતનો કાફલો હળવદ દોડી ગયો હતો અને અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. દરમિયાન આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય હળવદના અસરગ્રસ્ત જીઆઇડીસી વિસ્તારમાં દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં આ દુઃખદ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારને સહાય કરી હોવાનું જાણવી દરેકને આ આપતિની ઘડીમાં મૃતકોના પરિવારને મદદરૂપ થવાનું જણાવ્યું હતું તેમજ મૃતકોના પરિવારને મળી તેમને આ દુઃખમાંથી બેઠા થવાની ઈશ્વર શક્તિ આપે તેવી હિંમત બંધાવી મૃતકોને શ્રધાંજલિ આપી હતી.

- text