હળવદ દુર્ઘટના : દીવાલ પડી ત્યારે માતાનો હાથ ખેંચી લીધો પણ બહેન અને પિતાને ન બચાવી શક્યો : લખનભાઈ

- text


હળવદની ગોઝારી દુર્ઘટનામાં પિતા અને બહેનને ગુમાવનાર ભાઈએ આખી ઘટના કેવી રીતે બની તેનો ચિતાર આપ્યો

હળવદ :હળવદના જીઆઇડીસી વિસ્તાર આવેલ સાગર સોલ્ટ નામના કારખાનાની ઉંચી દિવાલે ત્રણથી વધુ પરિવારનો માળો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો. આ ઘટના બની ત્યારે હાજર રહેલા અને સભાગ્યે બચી ગયેલા લખનભાઈએ આખી ઘટના વર્ણવી ત્યારે તેમની આંખોમાંથી આસુની ધારા વહી હતી.કારણ કે તેઓએ આ દુર્ઘટનામાં પિતા અને બહેનને ગુમાવ્યા હતા. દીવાલ પડી ત્યારે તેઓએ માતાને તો હાથ ખેંચીને બચાવી લીધા પણ પિતા અને બહેનને બચાવી ન શક્યા.

મોરબી અપડેટ દ્વારા હળવદની ગીઝરી ઘટનામાં બચી ગયેલા મૃતકના સ્વજનોને મળીને આખી દુઃખદ ઘટના કેવી રીતે બની તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ ઘટના વખતે બચી ગયેલા લખનભાઈ નાનના વ્યક્તિને મોરબી અપડેટની ટીમે આ ઘટના વિશે વિગતવાર માહિતી આપવાનું જણાવતા લખનભાઈએ જે ઘટના રજૂ કરી તે સાંભળીને દરેકનું હૈયું હચમચી ઉઠે એમ છે. લખનભાઈએ કહ્યું હતું કે, અમે સવારથી એ મીઠાના કારખાના આખો પરિવાર જેમાં એક બહેન, પોતે અને માતા-પિતા કામ કરતા હતા. જે દીવાલ પડી ત્યાં આગળ માતા-પિતા અને બહેન મીઠાની બોરી ભરવાનું કામ કરતા હતા. ત્યારે તેઓ બપોરના સમયે મીઠાના કટા ભરવા માટે દીવાલ પાસેથી ઉઠ્યા હતા અને દીવાલની પાછળ જતા જ એટલી વારમાં મોટી દીવાલ પડી ગઈ હતી. જો કે તેઓએ તરત જ માતાનો હાથ પકડીને ખેંચી લેતા માતા બચી ગઈ હતી. પણ દીવાલની લગોલગ કામ કરતા પિતા અને બહેન દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. મોટી દીવાલ પડવાની સાથે અસહ્ય વજન ધરાવતા મીઠાના કટા પણ દીવાલ પડી એના માથે પડ્યા હતા.

- text

દીવાલનો કાટમાળ અને ઉપરથી મીઠાના કટાનો વજન પડતા નીચે દબાઈયેલા 12 વ્યક્તિના મોત થયા હતા. જેમાં લખનભાઈના પિત અને બહેનના પણ દટાઈ જવાથી મોત થયા હતા. દીવાલ એકસાથે જ ધારાશાયી થઈ કે પોતે થોડે દુર દેખાતા હોવા છતાં નજર સામે દટાતા પિતા અને બહેનને બચાવવાની કોઈ તક જ ન મળી. જો કે મીઠાની ફેકટરીમાં દરરોજ સો જેટલા લોકો કામ કરતા હોય છે. પણ હાલ લગ્નની સિઝન હોવાથી મોટાભાગના લોકલ બહાર હોવાથી ઘટના સમયે બહુ જ ઓછો લોકો હતા. જો આટલા બધા લોકો હોત તો મોટી ખુવારી સર્જાઈ હોત. પણ સદભાગ્યે આવી આપતિ સ્હેજમાં અટકી છે. જો કે આ ઘટના પછી અડધી કલાકે તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં પહોંચ્યું હતું. પણ દીવાલ મોટી હોવાથી જાનહાની વધુ થઈ હતી.

- text