કુપોષિત બાળકોના લાભાર્થે શિક્ષકોની સાયકલ યાત્રાનું મોરબી જિલ્લામાં સ્વાગત

- text


શિક્ષકો દ્વારા કચ્છથી વલસાડ સુધી 1600 કિમિના દરિયાકિનારાની સાયકલ યાત્રાનું આયોજન

મોરબી : ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ 1600 કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે.આ સાયકલ યાત્રામાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે.

ગુજરાતના 1600કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જે ગઈકાલ તા.14ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે 8:30 વાગ્યે શરૂ થયેલ છે. આ સાયકલ યાત્રા આગામી તા.30 સુધી ચાલશે.જેમાં ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા મુખ્ય ત્રણ ઉદ્દેશ છે.

– સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું
– દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા.
– દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ,સેવા,નીધી,સામગ્રી એકત્રિત કરવા.

આ સાયકલ યાત્રાનો રૂટ કોટેશ્વર – બારંડા – વાયોર – રામપર – નલિયા – વંડી નાની,વંડી નાની -બાયાત -માંડવી -મુન્દ્રા,મુન્દ્રા – ગાંધીધામ – ભચાઉ,ભચાઉ – માળિયા –પીપળીયા – ડાયમંડનગર આમરણ,આમરણ-તારાણા-કેશીયા-જોડિયા-બાલાચડી-જામનગર-મોટી ખાવડી,મોટી ખાવડી – ખંભાળિયા – લીંબડી – દ્વારકા,દ્વારકા – મઢી – નવાદ્રા- લાંબા -ગઢવી – પોરબંદર,પોરબંદર – મોચા – ગોરસર – માધુપુર -માંગરોળ -ચોરવાડ,ચોરવાડ- સોમનાથ- પ્રાચી- ગીર ગઢડા – ઉના,ઉના- ટીંબી- પીપાવાવ- મહુવા,મહુવા-તળાજા-ભાવનગર,ભાવનગર- ધોલેરા- પીપળી- વટામણ,વટામણ – તારાપુર -બોરસદ -વાસદ -વડોદરા,વડોદરા – આલમગીર – પોર- પુનીયાદ- લુવારા -ભરૂચ,ભરૂચ-અંકલેશ્વર – પીપોદરા – કામરેજ -સુરત,સુરત – પલસાણા -નવસારી -અડાદરા -ચીખલી -વલસાડ,વલસાડ- મારવાડ -દમન -મરોલી -નારગોલ -ઉમરગામ -ગોવડા છે.

- text

આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે.આ યાત્રામાં જોડાવા માટે અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે મિલન રાવલ મો.9016982199,શૈલેન્દ્રસિંહ ગોહિલ મો.9016166584નો સંપર્ક કરવો.આ યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે છે અને એક એડવેન્ચર પ્રવૃત્તિની સાથે સાથે એક સામાજિક પ્રવૃત્તિના ભાગીદાર બની શકે છે.અથવા અનુકૂળતાએ સમગ્ર યાત્રામાં અથવા તો જે તે જિલ્લામાંથી પસાર થાય ત્યારે આ યાત્રામાં કોઈપણને જોડાવવા માટે જણાવાયું છે.

- text