ઊંઝામાં વૈશાખી પૂનમની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતાં મોરબીના અગ્રણી ઉદ્યોગકાર

- text


પરંપરાગત શોભાયાત્રામાં ગોવિંદભાઇ વરમોરાએ મુખ્ય યજમાન તરીકે જોડાઈને ધન્યતા અનુભવી

મોરબી : ગઈકાલે ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા નીકળતા મહેરામણ ઉમટ્યો હતો. ઊંઝા માતાજીની વૈશાખી પૂનમની ભવ્ય શોભાયાત્રામાં ઠેર-ઠેરથી માઇભક્તો, ભાવિકો ઉમળકાભેર માતાના દર્શને ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં મુખ્ય યજમાન તરીકે મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઇ વરમોરાએ ખાસ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું હતું.

વર્ષોથી ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા ગઈકાલે પણ નીકળતા મહેરામણ ઉમટ્યો હતો. જેમાં ભાવિકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રાનું પ્રસ્થાન મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા ઉપરાંત જિલ્લા કલેકટર, મંદિરના પ્રમુખ બાબુલાલ જમનાદાસ, દિલીપભાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય દાતા ગોવિંદભાઇ પટેલે ભવ્ય શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

આ શોભાયાત્રામાં ૧૫૦ ટ્રેક્ટરો, હાથીઓ, બગીઓ, ઘોડાઓ સાથે ભાવિકો મોટી સંખ્યામાં ઉમંગથી જોડાયા હતા. આખું ઊંઝા માઇમય, ભક્તિમય બની ગયું હતું. એ.પી.એમ.સી. દ્વારા વિશેષરૂપમાં શોભાયાત્રા અને માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આખું ઊંઝા આનંદના હિલોળે ચડી ગયું હતું. દરેક માઇભક્તનો ઉત્સાહ ઉમંગ અનેરો હતો.

- text

- text