ઘનશ્યામપુરમાં ‘વડીલોને વંદન’ કાર્યક્રમમાં વૃદ્ધોનું અદકેરું સન્માન કરાયું

- text


ગામની સેવા સમિતિ દ્વારા પ્રથમ વખત કરાયું આયોજન : ગોવિંદ બાપાને ઘનશ્યામપુર ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા

હળવદ : તાલુકાના ઘનશ્યામપુર ગામ ગુરૂવારની ઢળતી સાંજે ઘનશ્યામપુર સેવા સમિતિ દ્વારા સૌ પ્રથમવાર વડીલોને વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

ઘનશ્યામપુર ગામ ગામની સેવા સમિતિ દ્વારા વડીલોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી પ્રભાતફેરી કરતા ગામના વડીલોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે જ અગાઉ ગામમાં નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકેની ફરજ બજાવી ગયેલા જે.બી વોરા અને શૈલેષભાઈ સોલંકીને પ્રશંસાપત્ર આપી અદકેરું સન્માન કરાયું હતું.

- text

સાથે જ ગામના 54 તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ખાસ ઘનશ્યામપુર ગૌરવ એવોર્ડથી ગામના વડીલ ગોવિંદભાઈ મેરૂભાઈ રબારીને સન્માનિત કર્યા હતા. વડીલોને વંદન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

આ પ્રસંગે હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી,ઘનશ્યામપુર ગામના જ અને જાણીતા ભજની જયમંતભાઈ દવે,મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતનાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામપુર સેવા સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text