લાકડા કાપવા જતા હાથમાં ધારિયું લાગી જતા 90 વર્ષના વૃધ્ધાનું મૃત્યુ

- text


વાંકાનેરના હસનપર શક્તિપરામાં બનેલો બનાવ

વાંકાનેર : વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતા હુરબાઇબેન આહમદભાઇ કટીયા ઉ.90 નામના વૃઘ્ધા પોતાના ઘર પાસે આવેલા વાડામાં લાકડા કાપી રહ્યા હતા ત્યારે પોતાના જ હાથમાં કાંડાના ભાગે ધારિયું લાગી જતા વધુ પડતું લોહી વહી જવાથી તેમનું મૃત્યુ નિપજતા આ મામલે તેમના પુત્રે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text