ધો.-12 સાયન્સના પરિણામમાં મોરબીની નાલંદા વિદ્યાલયનો દબદબો

- text


શાળાનું સરેરાશ પરિણામ 90.2% : 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

મોરબી : ધોરણ-12 સાયન્સના જાહેર થયેલ પરિણામમાં નાલંદા વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ પરિણામ મેળવ્યા છે.તેમજ શાળાનું સરેરાશ પરિણામ 90.2% આવેલ છે.

ધોરણ-12 સાયન્સનું જાહેર થયેલ પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે.જેમાં 3 વિદ્યાર્થીઓ પ્રજાપતિ હાર્વીએ 99.93 PR, પાંચોટિયા શ્રુતિએ 99.90 PR અને દેસાઈ ધ્રુવે 99.82 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે.

સાયન્સ મેરિટમાં 7 વિદ્યાર્થીઓએ 99 PR, 43 વિદ્યાર્થીઓએ 95 PR, 67 વિદ્યાર્થીઓએ 90 PR મેળવ્યા છે. ગુજકેટની પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓએ 120માંથી 100 માર્ક્સ,13 વિદ્યાર્થીઓએ 99 PR,47 વિદ્યાર્થીઓએ 95 PR,77 વિદ્યાર્થીઓએ 90 PR મેળવ્યા છે.

- text

શાળાનું સરેરાશ પરિણામ 90.2% આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ બદલ શાળા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

- text