મોરબી બાયપાસ ઉપર ટ્રેલર ચાલકે કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો

- text


મૂળ હરીપર કેરાળાના વતની ઇમીટેશનના વેપારી અને તેમના પત્ની સહેજમાં બચ્યા

મોરબી : રાજકોટ પંચાયતનગર નજીક મિલાપનગરમાં રહેતા મોરબીના હરીપર કેરાળા ગામના વતની ઇમીટેશનના વેપારીની કારને ટ્રેલર ચાલકે મોરબી બાયપાસ ઉપર પાછળથી ટક્કર મારતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જો કે,સદભાગ્યે અકસ્માતના આ બનાવમાં દંપતીને કોઈ ઈજાઓ પહોંચી ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ પંચાયતનગર નજીક આવેલ મિલાપનગરમાં રહેતા ભુપેશભાઈ નારણભાઈ ચારોલા અને તેમના પત્ની પોતાના વતન હરીપર કેરાળા આવ્યા હતા જ્યાંથી ગઈકાલે વહેલી સવારે પરત રાજકોટ જતા હતા ત્યારે મોરબી બાયપાસ ઉપર રાઘેભાઈના ભરડિયા નજીક સ્પીડ બ્રેકર પાસે કાર ધીમી પાડતા પાછળથી ધસી આવેલા ટ્રક ટ્રેલર નંબર જીજે -12 -બીવી- 3071ના ચાલકે પાછળથી ટક્કર મારતા ભુપેશભાઈની ફોર્ડ ફીયસ્ટા ગાડીમાં નુકશાન પહોંચ્યું હતું જો, કે અકસ્માતમાં દંપતીનો બચાવ થયો હતો.

- text

અકસ્માતની આ ઘટના અંગે ભુપેશભાઈએ ટ્રક ટ્રેલર નંબર જીજે -12 -બીવી- 3071ના ડ્રાઇવર સંજયકુમાર સુરેશકુમાર યાદવ, રહે.ગળપાદર ગામ. અંજાર બાયપાસ વાળા પુલ પાસે, અનુપ ટ્રાનસ્પોર્ટ પાસે ગાંધીધામ તા.ગાંધીધામ જિ.કચ્છ ભુજ, મુળ રહે. ઈટાહના ગામ, તા.ગુનરી જી.ભોજપુર બિહારવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text