મોરબીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર એક આરોપી ઝડપાયો

- text


 

બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી

મોરબી : મોરબીની સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી ધિક્કારજનક ઘટનામાં છેલ્લા બે મહિનાથી મહિલા સાથે રહેતા નરાધમ બાપ અને દીકરાએ મહિલાની આગલા ઘરની સગીર માનસિક અસ્વસ્થ દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી દીકરાને ઝડપી લઈ ફરાર રહેલા તેના પિતાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા પતિ-પત્નીની જેમ રહેતા હતા સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો. દરમિયાન કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીરવયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચરતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે આજે આરોપી સુનિલ કમલેશ વાઘેલાને ઝડપી લીધો હતો અને ફરાર રહેલા બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text