શનાળામાં સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર ઝડપાયો : આરોપી 9 ગુનામાં વોન્ટેડ નીકળ્યો !!

- text


 

અગાઉ 9 વખત એવી રીતે ચિલઝડપ કરી કે પોલીસ ભેદ જ ઉકેલી ન શકી, પણ શનાળામાં ચિલ ઝડપ કરીને એલસીબીના હાથે ચડી ગયો

મોરબી : મોરબીના શનાળા ગામે મહિલાએ પહેરેલ સોનાના 9 તોલાના ચેનની ચિલઝડપ કરનાર શખ્સને એલસીબીએ પકડી પાડ્યો છે. જો કે આ આરોપીનો ઇતિહાસ સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આરોપીએ અગાઉ 9 ચિલ ઝડપ કરી છે. તેમ છતાં એક પણ વખત આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. જો કે મોરબી એલસીબીએ આ રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.4ના રોજ ચેતનાબેન કરમટા રહે.મકનસર વાળા વિરપર ખાતેથી લગ્ન પ્રસંગ પુરો કરી શક્ત શનાળા પોતાના જેઠાણીના ઘરે જતાં હતા. તે દરમ્યાન બપોરના સમયે બાઈકચાલક ગળામાં પહેરલ સોનાનો પયહાર તથા પાટીપારો ચિલ ઝડપ કરી ગયો હતો. જે મામલે એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી હતી.

આ ગુનામાં વપરાયેલ બાઇકમાં નંબર પ્લેટ ન હોય, બાઈક અંગે એલસીબીએ તપાસ આદરી હતી. બાદમાં બાતમીના આધારે માહિતી મળેલ કે ગુનામાં મોટર સાયકલ નંબર GJ-03-MC-1070 વપરાયેલ છે. જેથી પોકેટકોપ એપ મારફતે સર્ચ કરતા આ બાઈક વિક્રમભાઇ વલ્લભભાઇ વાઘેલા રહે. ભાડલા તા.જસદણ જી.રાજકોટ વાળાના નામે રજીસ્ટર થયેલ હોવાનું માલુમ પડ્યું હતું.

વધુમાં આ બાઈક સાથે આરોપી મોરબી બાયપાસ રોડ ઉપર આટાફેરા મારતો હોવાની હકિકત મળતા તેને પકડી પાડતા તે વિક્રમભાઇ વલ્લભભાઇ વાલજીભાઇ વાઘેલા ઉ.વ. 28 જ હોવાનું માલુમ પડ્યું હતું. તેની પૂછપરછ કરતા તેને ગુનાની કબુલાત પણ આપી હતી. બાદમાં આ ગુનામાં ગયેલ સોનાના દાગીના તથા ગુનામાં
વપરાયેલ મો.સા. મળી કુલ રૂ.2.95 લાખનો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એન.એચ.યુડાસમા એલ.સી.બી. મોરબી, એ.ડી.જાડેજા, તથા ASI પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પુથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા કોન્સ. ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, નિર્મળસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા, વિગેરે સ્ટાફ જોડાયેલ હતા.

- text

આરોપીએ અગાઉ 9 વખત ચિલઝડપ કરી, એક પણ વાર પોલીસ ગુનાનો ભેદ ન ઉકેલી શકી

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન પોતે આચરેલ ગુનાઓ સામે આવ્યા હતા..જેમાં આજથી ચારેક વર્ષ પહેલા ભાડલા તાલુકાના કનેસરા ગામેથી એક બહેનના ગળા માંથી પાટીપારો ઝુંટવી ચોરી કરેલ છે. જે અંગે ભાડલા પો.સ્ટે.માં ગુનો રજી થયેલ છે. તે ગુનામાં પકડાયેલ નથી. આજથી આશરે આઠ થી નવ માસ પહેલા સુદામડાગામ થી થોરીયાળી ગામ બાજુ પુલ પાસેથી એક બહેને ગળામાં પહેરેલ સોનાનો હાર ઝુંટવી તોડી ચોરી કરેલ છે. જે અંગે સાયલા પો.સ્ટે. ખાતે ગુનો રજી થયેલ છે. તે ગુનામાં પકડાયેલ નથી. આજથી આશરે બે વર્ષ પહેલા જશદણ થી ઘેલા સોમનાથ રોડ ઉપર એક બહેનના ગળામાં પહેરેલ પંદડી પેન્ડલ વાળા હાર ઝુંટવી તોડી ચોરી કરેલ છે જેમાં પકડાયેલ નથી. આજથી આશરે બે વર્ષ પહેલા મોઢુકા, બોટાદરોડ ઉપરથી એક માજીના કાનમાં પહેરવાના બુટીયા કાઢી લઇ ઝુંટવી ચોરી કરેલ છે જેમાં પકડાયેલ નથી. આજથી આશરે બે વર્ષ પહેલા રોજમાળ, ગઢડારોડ ઉપરથી એક બહેનના ગળામાં પહેરેલ પાટીપારો ઝુંટવી લઇ ચોરી કરેલ છે જેમાં પકડાયેલ નથી. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા લીંબડીથી સાયલા રોડ ઉપરરોડની અંદર ગામડા વિસ્તારમાં એક બહેને ગળામાં પહેરેલ ચેઇન ઝુંટવી લઇ ચોરી કરેલ છે. જેમાં પકડાયેલ નથી. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા બોટાદ સાળંગપુરથી આગળ એક બહેને ગળામાં પહેરેલ પાટીપારો ઝુંટવી લઇ ચોરી કરેલ છે જેમાં પકડાયેલ નથી. આજથી આશરે સાત આઠ મહીના પહેલા થાન-વાંકાનેર રોડ ઉપર એક બહેને ગળામાં પહેરેલ ચેઇન ઝુંટવી તોડી લઇ ચોરી કરેલ છે જેમાં પકડાયેલ નથી. આજથી આશરે એકાદ મહીના પહેલા થાન હળવદ રોડ, તરણેતરથી આગળ એક બહેને ગળામાં પહેરેલ સોનાનો હાર ઝુંટવી તોડી લઇ ચોરી કરેલ છે. જેમાં પકડાયેલ નથી.

શાકભાજીનો ધંધો કરતો આરોપી ચિલઝડપમાં માહેર

પકડાયેલ આરોપી વિક્રમભાઇ વલ્લભભાઇ વાલજીભાઇ વાઘેલા ઉ.વ. 28 ધંધો શાકભાજીનો રહે. હાલ લોઠડા ગામ, રાજકોટ કોઠારીયા રોડ, ખોખળદર પાસે તા.જી.રાજકોટ મુળ ભાડલા તા.જસદણ મોટરસાયકલ ઉપર મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જઇ પગપાળા ચાલતી એકલ દોકલ સ્ત્રીઓના ગળામાંથી સોનાના દાગીના મોકો મળે આચકા મારી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરી ઝુંટવી જવાની માસ્ટરી ધરાવે છે.

- text