મોરબીમાં મારા ઘર પાસે ચંપલ કેમ નાખ્યા કહી વૃઘ્ધા ઉપર હુમલો

- text


શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બનેલો બનાવ : આખે-આખો પરિવાર સિનિયર સીટીઝન ઉપર તૂટી પડ્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનની સફાઈ કરવા ગયેલા સિનિયર સીટીઝન એવા વૃઘ્ધા ઉપર અમારા ઘર પાસે કેમ ચંપલ નાખ્યા કહીને પાડોશમાં રહેતા પરિવારે ઘરમાં ઘુસી હુમલો કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા શારદાબેન મુકેશભાઇ પાચોટીયા ઉ.65 નામના વૃદ્ધ મહિલા ગઈકાલે ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ઉપર આવેલા પોતાના મકાનની સાફ સફાઈ કરવા ગયા હતા ત્યારે ફળિયામાં પડેલ કોઈના જુના ચંપલ શેરીમાં નાખતા પાડોશમાં જ રહેતા રમેશભાઇ રબારી, તેમના પત્ની મિરાબેન રમેશભાઇ રબારી, પુત્રી નહાબેન રમેશભાઇ તેમજ પુત્રી સુરજબેન રમેશભાઇએ શેરીમાં ચંપલ કેમ નાખ્યા કહી હુમલો કર્યો હતો.

- text

વધુમાં શારદાબેન મુકેશભાઇ પાચોટીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, રમેશભાઇ રબારીએ તેમના ઘરમાં ગેરકાયદેસર ઘુસી ઝાપટ મારવાની સાથે તેમના પત્ની અને પુત્રીઓએ શારદાબેનના વાળ ખેચી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે રમેશભાઈ રબારી તેમજ તેમના પત્ની અને પુત્રીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text