ટાઇલ્સ ખરીદી ધુંબો મારવો ભારે પડ્યો : ચેક રિટર્ન થતા બમણો દંડ, 1 વર્ષની કેદ

- text


મોરબીની સીરામીક કંપનીએ દહેરાદૂનના વેપારી વિરુદ્ધ કરેલ ચેક રિટર્ન કેસમાં અદાલતનો આદેશ

મોરબી : મોરબીની સીરામીક કંપની પાસેથી ટાઇલ્સ ખરીદી કર્યા બાદ આપવામાં આવેલ ચેક રીટર્ન થતા આ કેસમાં મોરબી નામદાર અદાલતે આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,59,375 ની ડબલ રકમ રૂપીયા 9,18,750નો દંડ તથા ચેકની રકમના 9% વ્યાજ સહીત વળતર ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત જોઇએ, તો મોરબીની સીમોલેક્ષ સીરામીક કંપની મકનસર પાસેથી આરોપી ઓમ સાઈ માર્બલના નંદસિંહ કિશનસિંહ, રહે.દહેરાદૂન,વાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી જેના બીલ મુજબની રકમ રૂપીયા 5,59,375 રકમ ચૂકવવા આરોપીએ ચેક આપેલો, જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ સાહેબ વી.એલ.પરદેશી સાહેબની કોર્ટમાં વર્ષ- 2017ની સાલમાં દાખલ કરેલો હતો.

- text

આ કેસમાં સમન્સની બજવણી થતાં આરોપી નામદાર અદાલતમાં હાજર થયેલ અને ત્યારબાદ બે વખત રૂપીયા 50,000 એમ કુલ રૂપીયા 1,00,000 ફરીયાદીને ઓનલાઈન જમા કરાવેલા હતા. જો કે બાદમાં આરોપી મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરીયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેલા નહી. જેથી કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓને ધ્યાને લઈ તારીખ-6-5-2022 ના રોજ એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ વી.એલ.પરદેશી સાહેબે આરોપી ઓમ સાઈ માર્બલના પ્રોપરાઇટર નંદસિંહ કેશનસિંહ રહે.દહેરાદૂનવાળાને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,59,375ની ડબલ રકમ રૂપીયા 9,18,750નો દંડ તથા તેમાથી ફરીયાદીને ચેકની રકમના 9% વ્યાજ સહીત વળતર ફરીયાદ કર્યા તારીખથી ચૂકવવા હુકમ ફરમાવેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, બી.કે.ભટ્ટ તથા ટી.એસ.કોઠારી રોકાયેલા હતા.

- text