ફળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીનું ટંકારાની બજારમાં આગમન

- text


કેસર કેરીના બોક્સનો ભાવ રૂ.1200થી 1900 : સામાન્ય જનતાની પહોંચથી કેરી દૂર

ટંકારા : પ્રખ્યાત ગણાતી ગીરની કેસર કેરીનું આગમન ટંકારા બજારમાં થઇ ચૂક્યું છે.પરંતુ કેસર કેરીના એક બોક્સના ભાવ રૂ.1200 થી 1900 છે. મધ્યમ અને ગરીબ લોકો આટલી મોંઘી કેરી લઈને ખાવી પરવડે તેમ નથી. કારણ કે કેરીના એક બોક્સના ભાવ રૂ.1200 થી 1900 છે.

ફળોનો રાજા જેને નિહાળી મોંમા પાણી છુટી ઉઠે એવી ગીરની કેસર કેરીનું મોડે-મોડે પણ ટંકારા માર્કેટમાં આગમન થઇ ગયું છે.બજારમાં કેસર કેરીનું એક બોક્સ રૂ.1200 થી 1900ના ભાવે વેચાઈ રહ્યું છે. જેના કારણે સામાન્ય જનતા પરવડે તેમ નથી. પરંતુ આગામી સમયમાં તેમા થોડો ઘટાડો થશે. ટંકારાના કેરીના વેપારીઓ હવે નાના ગામડાથી કેરી લઈ મોટા શહેરોમાં કેરી વેંચતા દેખાશે.

ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ પણ થઈ ગયો છે. જેમા 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા રહ્યા છે. તેની સામે બજારમાં આ બોક્સ 1200 થી 1900 સુધી વેચાઈ રહ્યું છે.ટંકારાની બજારમાં કેરી જથ્થાબંધ વેચનાર વેપારી અને છુટક વેચનાર વ્યાપક પ્રમાણમાં છે.વાહનો અને મોરબી જેવા શહેરમાં પણ દુકાનો ભાડે રાખી ટંકારાના વેપારીઓ વેપાર કરતા હોય છે. જે સિઝન શરુ થઈ જતા હવે નાના ગામડાથી લઈ મહાનગરોમાં વેપાર કરશે.

- text

- text