મોરબીના અમરાપરમા વિજયની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


વાંકાનેરના વીરપર નજીક સંજય હોન્ડા સાઇનમાં દેશીની ખેપ મારતા ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે અમરાપર નાગલપર ગામે વિજય નામના શખ્સની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી જયારે વાંકાનેર તાલુકાના વીરપર નજીક વાંકાનેર તાલુકા પોલીસે સંજય નામના શખ્સને હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર દેશી દારૂની હરફેર કરતા ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ પગલાં ભર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે અમરાપર ગામની સીમમાં નાગલપર જવાના રસ્તે દરોડો પાડી વિજયભાઈ વેલજીભાઇ રૂદાતલાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 4150ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જયારે દેશીના ધંધામાં ટીનુભાઈ નવલસિંહ પરમાર, રહે. બગથળાવાળાની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

- text

જયારે વાંકાનેર તાલુકા પોલીસે વીરપર ગામ નજીકથી સંજય કરશનભાઇ ડાંગરોચાને રૂપિયા 30 હજારની કિંમતના હોન્ડા સાઇન મોટર સાયકલ ઉપર દેશી દારુ જેવુ કેફી પ્રવાહી લીટર-60 કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 31,200નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text