હદપાર થયેલો પતિ બિયર સાથે અને પત્ની દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાઇ

- text


માળીયા મિયાણા પોલીસનો સપાટો એક કાંકરે ત્રણ-ત્રણ શિકાર : હદપારી ઝડપાયો, પત્ની ફરાર

માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે ગઈકાલે સપાટો બોલાવી મોરબી, રાજકોટ અને કચ્છ-ભુજ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સને બીયરના ડબલા સાથે ઝડપી લઈ હદપારીના પત્નીની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન મહિલા હાજર ન મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી બિયર અને દેશીદારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સહિત રૂ.3900નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે ગઈકાલે ખીરઇ ગામની સીમમાં મામદભાઇ સામતાણીની વાડીની ઓરડીમા દરોડો પાડતા અબુભાઇ ફતેમામદભાઇ કટીયા કિંગ ફિશર બ્રાન્ડ બીયરના 24 ડબલા કિંમત રૂપિયા 2400 સાથે મળી આવ્યો હતો. બિયરનો આ જથ્થો તેને ઇકબાલ હાજીભાઇ રહે.ખીરઇ અને ઇકબાલનો ભત્રીજો આમીન રહે. ખીરઇ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી અબુભાઇ ફતેમામદભાઇ કટીયાને અટકાયતમાં લઈ હદપારી ભંગનો ગુન્હો પણ નોંધ્યો હતો.

- text

દરમિયાન માળીયા પોલીસે મામદભાઇ સામતાણીની વાડીની ઓરડીમા હદપારીની પત્ની મુમતાઝબેન અબુભાઇ ફતેમામદભાઇ કટીયાની દેશી પીવાનો દારુ બનાવવાની ભઠ્ઠી પણ ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, પ્લાસ્ટિકના બેરલ, દેશી દારૂ ભરેલ 25 લીટરનો કેરબો, ભઠ્ઠીના સાધનો પ્લાસ્ટિકની પાતળી નળી સહિત કુલ રૂ.1500નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન મુમતાઝબેન ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text