મોરબીમાં ટીવીએસ મોપેડ ચોરનો હાહાકાર : વધુ સાત હેવી ડ્યુટી મોપેડ ચોરાયા

- text


મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદોનો ઢગલો : ચોર હાથવેંતમાં હોવાની શક્યતા

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ટીવીએસ હેવી ડ્યુટી મોપેડ ચોરીની ઘટનાઓ વધી છે ત્યારે આજે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ 7 મોપેડ ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ટીવીએસ મોપેડ ચોરી અંગે જસમતભાઈ ભુરજીભાઈ કણઝરીયા, મનજીભાઈ જેઠાભાઈ મકવાણા, હરજીવનભાઈ કુબાવત, નરેશભાઈ કેશુભાઈ વાઘેલા, નિતેશભાઈ ભરતભાઈ મીરાણી, અંબારામભાઈ અજાભાઈ ડાભી અને
વાઘજીભાઈ ગોવીદભાઈ કણઝારીયાની માલિકીના ટીવીએસ હેવી ડ્યુટી મોપેડ અલગ અલગ જગ્યાએથી ચોરાઇ જતા ફરિયાદ નોંધાવી છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ટીવીએસ મોપેડની ચોરીના બનાવો વધ્યા છે ત્યારે એક સામટી ફરિયાદો નોંધાતા વાહન ચોર હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.

- text