મોરબીમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કાલે સોમવારે ઘરણા પ્રદર્શન

- text


ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાશે

મોરબી : રાજયના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે. ત્યારે આ કાયદાને કારણે માત્રને માત્ર પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા પરિવારો ઉપર આફત આવી શકે તેવી શકયતા છે. આ સાથે જ અતિ આવશ્યક ચીજ વસ્તુમાં સમાવિષ્ટ દૂધ ઉત્પાદનમાં પણ અસર પડે તેમ હોય આ કાયદાના વિરોધમાં મોરબીમાં કાલે ઘરણા પ્રદર્શન કરાશે

- text

ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લાના જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુદ્ધ વિધાનસભામાં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને ગાય માતા અને પશુધનને મુશ્કેલીમાં મૂકી દીધેલ છે ત્યારે ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે સોસોરડી ખાતે આવતીકાલે તા. ૧૮ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ઘરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માલધારી સમાજન લોકો એ મોટી સંખ્યામાં હાજર રહીને વિરોધ પ્રદર્શન કરશે.

- text