તમારી રોજની 1 કલાક ફિટનેસ એન્ડ યોગા સેન્ટરને આપો અને મેળવો તંદુરસ્ત સ્વાસ્થ્ય : 18મીથી નવી બેચ શરૂ

- text


 

ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર ડો. માધવી સોરીયા દ્વારા આપવામાં આવે છે યોગા, ઝુંબા, એરોબિક્સ, કાર્ડિઓ વર્ક આઉટ, વેઇટ લોસ પ્રોગ્રામ, HIIT સહિતની ટ્રેઇનિંગ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપણે બધા જાણીએ છીએ કે આપણું રોજિંદા જીવન કેટલું વિચિત્ર બની ગયું છે. આજે આપણે માત્ર કામના બોજ હેઠળ જ દટાયેલા નથી. પરંતુ આહારમાં સારી વસ્તુઓનો પણ સમાવેશ કરી શકતા નથી. અયોગ્ય જીવનશૈલીના કારણે આપણને અનેક રોગોનો સામનો કરવો પડે છે. આજકાલ, યોગ્ય જીવનશૈલી અને આહારના અભાવને કારણે, ઘણા લોકોમાં ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. આ બીમારીઓનું બીજું એક કારણ છે અને તે છે શારીરિક કસરતનો અભાવ. પણ હવે આ સમસ્યા ફિટનેસ એન્ડ યોગા સેન્ટર દૂર કરશે.

આપણાં આ વ્યસ્ત જીવન માં પોતાના સ્વાસ્થ્ય માટે રોજ ૧ કલાક તો જરૂરથી કાઢવી જોઈએ. તેથી જ આપણા મોરબીવાસીઓના સ્વાસ્થયની જવાબદારી હવે ફિટનેસ એન્ડ યોગા સેન્ટરની છે. રોજની માત્ર એક કલાક આ સેન્ટરને આપો અને આ સેન્ટર તમને આજીવન માટે તંદુરસ્ત સ્વાસ્થય આપશે. ફિટનેસ એન્ડ યોગા સેન્ટર મોરબીના રવાપર રોડ ઉપર કોહિનૂર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસ નં.314માં કાર્યરત છે. જ્યાં ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર ડો. માધવી સોરીયા દ્વારા યોગા, ઝુંબા, એરોબિક્સ, કાર્ડિઓ વર્ક આઉટ, વેઇટ લોસ પ્રોગ્રામ, HIIT ( હાઈ ઇન્ટેનસીટી ઇન્ટર્વલ ટ્રેઇનિંગ) સહિતની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. વધુમાં અહીં 18 એપ્રિલથી નવી બેચ શરૂ થઈ રહી છે.

- text

વ્યાયામ આપણા શરીર માટે એટલું જ મહત્વનું છે જેટલું ખાવું કે પાણી પીવું. નિયમિત વ્યાયામ આપણને માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ ફિટ રાખે છે. શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત તે વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને પણ વધારે છે. તો આજે જ બેચમાં જોડાવો અને સ્વસ્થતા તરફ એક ડગલું માંડો. વધુ વિગત માટે મો.નં. 7069896210 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text