અમેરિકામાં મોરબીના સિરામીક એક્સપોર્ટ વિકસાવવા ભારતીય રાજદૂત સાથે બેઠક યોજતા કેપેકસીલના વાઈસ ચેરમેન

- text


અમેરિકા ખાતે કવરિંગ સિરામીક એક્સપોને પણ જબરો પ્રતિસાદ : કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરને પણ રજુઆત

મોરબી : મોરબીનો સિરામીક ઉદ્યોગ વિશ્વફલક ઉપર છવાયો છે ત્યારે અમેરિકા ખાતે આયોજિત કવરિંગ્સ સિરામીક એક્સપોમાં ભાગ લેવા પહોંચેલા મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને કેપેકસીલના વાઇસ ચેરમને નિલેશભાઈ જેતપરિયાએ અમેરિકામાં સિરામીક પ્રોડક્ટની નિકાસ વધે તે માટે ભારતીય રાજદૂત સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી. સાથો સાથ કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ અમેરિકાની મુલાકાતે હોય ભારતીય રાજદૂત દ્વારા સિરામીક ઉદ્યોગ મામલે તેમનું ધ્યાન દોરવા પણ ખાતરી આપવામાં આવી હતી.

અમેરિકનો સૌથી મોટો ગણાતો કવરિંગ સિરામીક એક્સપો 8 એપ્રિલથી શરૂ થયો છે જેમાં મોરબીના અગ્રણી સીરામીક એક્સપોર્ટરો ભાગ લઈ રહ્યા છે ત્યારે અગ્રણી એક્સપોર્ટર અને કેપેકસીલ સંસ્થાના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા પણ કવરિંગ સિરામીક એક્સપોમાં ભાગ લીધો હોય ગઈકાલે ન્યુયોર્ક ખાતે અમેરીકાના ભારતના રાજદુત રણધીર જૈસ્વાલ સાથે મુલાકાત યોજી હતી.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત રણધીર જૈસ્વાલ સાથે અમેરીકા સાથેના મોરબી સિરામીક ઉધોગને લગતા ટ્રેડના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા થઇ હતી. જેમા ભારતીય દુતાવાસ તરફથી સિરામીક ઉધોગ માટે બધી જ રીતે સહયોગ આપવા માટેની તત્પરતા દર્શાવી અને આગામી કવરીંગ્સ સિરામીક એક્ઝિબિશનમાં ભારતીય સિરામીક ઉત્પાદકોને મહત્વનું અને મોકનું સ્થાન મળે તે માટે પણ પ્રયત્ન કરશે તેવી બાંહેધરી આપી હતી.

- text

વધુમાં ગુજરાતના રાજયસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ.જયશંકર પણ અમેરીકાની મુલાકાતે છે ત્યારે ભારતીય રાજદુત રણધીર જૈસ્વાલે કેન્દ્રીય મંત્રી સાથેની મીટીગમા સિરામીક ઉધોગના વિકાસની પણ ચર્ચા કરવા ખાતરી આપી અમેરિકામાં મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝનું એક્સપોર્ટ વધે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text