મોરબીમાં ઝડપાયેલ નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલ મામલે ફરિયાદ નોંધાઈ

- text


નામાંકિત કંપનીના કર્મચારીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો

મોરબી : મોરબીના લાતીપ્લોટમાંથી એલસીબી ટીમે બાતમીને આધારે નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું જબરું કૌભાંડ ઝડપી લીધા બાદ આ મામલે મુંબઈની ઓઇલ કંપનીના કર્મચારીએ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ગત તા.8 એપ્રિલના રોજ લાતી પ્લોટ શેરી નં.-6માં, મુન નગર ચોકમાં આવેલ શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં દિનેશભાઇ દલવાડીના ડેલામાં દરોડો પાડી મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર, રહે.મોરબી 102- શીવ હેરીટેઝ-બી આર.ડી.સી.બેન્ક નજીક રવાપર રોડ અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા, રહે.મોરબી રવાપર ધુનડા રોડ, સંકલ્પ એપાર્ટમેન્ટ, ચોથા માળે,બ્લોક નંબર-404 વાળને નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલ બનાવી વેચાણ કરતા ઝડપી લઈ રૂપિયા 25,50,995નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

દરમિયાન ડુપ્લીકેટ ઓઇલ કૌભાંડ મામલે મુંબઈના ઓઇલ કંપનીના કર્મચારી સચીન તાનાજી દેસાઇએ મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા વિરુદ્ધ પોતાની કંપનીના તેમજ અન્ય કંપનીના બોગસ ડબ્બા, પાઉચ બનાવી ભેળસેળ યુકત ઓઇલ બનાવવા અને વેચાણ કરી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૨, ૪૮૫, ૪૮૬, ૪૮૯,૧૧૪ તથા કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩,૬૫ તથા ટ્રેડ માર્ક એક્ટ ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text