જુના સાદુળકામાં પિતૃઓના મોક્ષાર્થે 23મીથી શ્રીમદ્દ ભાગવત કથા

- text


મોરબી : મોરબી જિલ્લાના જુના સાદુળકામાં વેરાજી પરિવાર દ્વારા તેમના સર્વે પિતૃના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ મોક્ષકથાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ કથાશ્રવણ કરવા આવનાર લોકો માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના જુના સાદુળકામાં સર્વે પિતૃના મોક્ષાર્થે આગામી તા.23ને શનિવારના રોજ જુના સાદુળકા,શક્તિ આશ્રમ,મોરબી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ મોક્ષકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા.29ને શુક્રવારના રોજ કથા વિરામ થશે.કથાનો સમય 8:30 થી 12:30નો રહેશે.પ્રસાદ બપોરે 12:30 કલાકે અને સાંજે 7:30 કલાકે રાખવામાં આવ્યો છે.કથામાં દીપ પ્રાગટ્ય નાગળાવાસ આશ્રમના ઋષિ કુમારી ગુરુ સંચિદાનંદ કરશે.

કથામાં તા.23ના રોજ સવારે 8:30 કલાકે પોથીયાત્રા,તા.24ના રોજ સવારે નૃસિંહ પ્રાગટ્ય,તા.25ના રોજ સવારે વામન અવતાર,તા.26ના રોજ બપોરે 12 કલાકે રામ જન્મ,તા.27ના રોજ બપોરે 12 કલાકે કૃષ્ણ જન્મ/બાળલીલા તથા ગોવર્ધન લીલા,તા.28ના રોજ સવારે 10:30 કલાકે રૂક્ષ્મણી વિવાહ / સુદામા ચરિત્ર,તા.29ના રોજ પરીક્ષિત મોક્ષ અને તા.29ના રોજ બપોરે 12:30 કાલકે જ્ઞાનયજ્ઞ વિરામ થશે.

કથામાં તા.24ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી કલાકાર મિતલબેન કલોલા અને તા.26ના રોજ રાત્રે 9:30 કલાકે ભજન કલાકાર અનોપસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.તા.27ના રોજ રાત્રે 9:30 કલાકે રવાપર ગામ ભજન મંડળી સેવા આપશે.

- text

- text