મોરબીની એલ.ઈ. કોલેજના સ્ટાફે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સુત્રોચ્ચાર કર્યા

- text


મોરબી : ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધીકારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને રજૂઆત પહોંચે એ હેતુ સંગઠિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા.તેમજ સંસ્થામાં વર્ગ – 3 અને વર્ગ – 4ની અછતના કારણે ખાતાકીય અને શૈક્ષણિક કામમાં મુશ્કેલી પડતી હોવાનું જણાવેલ હતું.

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે નિર્મિત ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધીકારી મંડળ (GECTGOA) દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને આપેલ ચેતવણી મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે આજથી પ્રદર્શન કરવા જણાવેલ હતું.

એ મુજબ આજ તા.14 એપ્રિલ,2022ના રોજ પડતર પ્રશ્નોના નિરાકરણ અભિયાન હેઠળ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ,મોરબી યુનિટના કર્મચારીઓએ સરકારને રજૂઆત પહોંચે એ હેતુ સંગઠિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા અને ચર્ચા ગોઠવી હતી.આ ચર્ચામાં CASની દરખાસ્તનો મુખ્ય મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં 2016 પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગણી કરી હતી.

વધુમાં પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી સાથે કર્મચારીઓની બદલીમાં પારદર્શિતાની અવગણના,નિયમાનુસાર બઢતીના કિસ્સામાં અકારણ વિલંબ,શિક્ષણ વિભાગ અને AICTE દ્વારા નિયત કાર્યભાર વચ્ચેની વિસંગતતા જેવાં મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સંસ્થા ખાતે વર્ગ 3 અને વર્ગ 4ની અછતના કારણે ખાતાકીય અને શૈક્ષણિક કામમાં પડતી મુશ્કેલી જણાવેલ હતી.QIP અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોને IIT, NIT જેવી સંસ્થાઓમાં PHD સંશોધન માટે પ્રોત્સાહન મળે તે માટે પૂરા પગાર સાથે સ્ટડી લિવ અને પ્રતિનિયુક્તિ (deputation) ની પરવાનગી જેવા મુદ્દાઓની સાથે સાથે એડહોક સેવાને નિયમિત નિમણૂક સાથે સળંગ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમોનું માર્ગદર્શન અને આગામી દિવસોમાં આ મુદ્દે સ્પષ્ટ અને યોગ્ય રજૂઆત થાય તે જણાવેલ હતું.

- text

- text