મકનસર અને ઘુંટુ ગામે સાંસદના હસ્તે લાભાર્થીઓને અન્ન વિતરણ

- text


જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે મોરબી તાલુકાના મકનસર તેમજ ઘુંટુ ગામે ગરીબ લાભાર્થીઓને અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું.અન્ન વિતરણ સાંસદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાના મકનસર તેમજ ઘુંટુ ગામે ગરીબ લાભાર્થીઓને અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું.તા.13ને બુધવારના રોજ સવારે 8 વાગ્યે સાંસદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇની ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે ગરીબ લાભાર્થીને અન્ન વિતરણનો કાર્યક્રમ મોરબી તાલુકાના મકનસર અને ઘુંટુ ગામે યોજાયો હતો.

ભારત સરકાર દ્વારા કોરોના મહામારીમાં જ્યારે લોકોને ધંધા રોજગારીમાં મુશ્કેલી ઉભી થઇ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરવામા આવેલ હતી.એ અન્વયે મોરબી તાલુકામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 15722 ટન ઘઉં અને 6651 ટન ચોખા મફત ફાળવવામાં આવેલ હતા.તેમજ યોગ્ય સમયેઅન્ન યોજના લાગુ થવાથી ગરીબ લોકોને ઘણી રાહત રહી અને સરકાર દ્વારા આ યોજના વધુ 6 મહિના લંબાવવામાં આવેલ છે.તો ગરીબ લાભાર્થી લોકો આ યોજનાથી વંચિત ન રહે એવી માહીતી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ આપી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા,તાલુકા પંચાયત સભ્ય રાજુભાઇ પરમાર,મકનસર સરપંચ અવચરભાઇ,બંધુનગર સરપંચ શૈલેષભાઇ,ખરેડા ઉપસરપંચ વાસુભાઇ,યુવા મહામંત્રી નિમેષ વાહનેચીયા,ધનજીભાઇ દંતાલીયા,નિકુંજભાઇ કોટક,ભોરણીયાભાઈ મોરબી તાલુકા અનુજાતિ પ્રમુખ ગોપાલ સોલંકી,મહામંત્રી જયંતિ ચૌહાણ,લાલજીભાઇ સોલંકી,વિનોદભાઇ પરેચા,પીન્ટુ સોરીયા,મયુર સંદિપ ચૌહાણ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હત

- text

- text