મોરબીના સરકારી પુસ્તકાલયમાં ડો.આંબેડકરને શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો

- text


બાબાસાહેબના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

મોરબી : ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયમાં શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં બાબાસાહેબના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબાસાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબાસાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન,બાબાસાહેબનું ભારતના બંધારણ માટેનું યોગદાન તથા અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે રાખવામાં આવ્યું હતું.

વિમલભાઈ ગોસ્વામી જયેશકુમાર દવે,મહાદેવભાઈ ગોહિલ,ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય હેતુ બાબાસાહેબે ભારતના બંધારણમાં ભજવેલી મુખ્ય ભૂમિકા તથા તેમનો સામાજિક સમરસતાનો વિચાર પ્રત્યેક ભારતવાસી સુધી પહોંચે એ જ આ કાર્યક્રમની ફલશ્રુતિ હતી.તેમ આ કાર્યક્રમના મુખ્ય આયોજક જયેશભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.

- text

- text