મેટ્રો સિટીમાં KGF-2નું એડવાન્સ બુકિંગ, રિલીઝ પહેલા કરોડો રૂપિયાનું કલેક્શન

- text


ફિલ્મ આગામી 14 એપ્રિલથી સિનેમાઘરોમાં મચાવશે ધમાલ

ફિલ્મ ‘KGF Chapter 2’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી થોડા દિવસોમાં સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ‘KGF ચેપ્ટર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.

પિંકવિલાના અહેવાલ મુજબ, ગુરુવારે કેટલાક થિયેટરોમાં ‘KGF: ચેપ્ટર 2’ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 12 કલાકમાં હિન્દી બેલ્ટમાં જ 1 લાખ 7 હજાર ટિકિટો વેચાઈ છે, જેનાથી કુલ 3.35 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. પુણે, સુરત, અમદાવાદ, કોલકાતા, જયપુર અને લખનૌ જેવા શહેરોમાં દરેકે 10 લાખ રૂપિયાની કમાણી કરી છે. જો કે બુકિંગ મર્યાદિત શોમાં જ શરૂ થયું છે અને રવિવાર સુધીમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે.

ફિલ્મને 50 કરોડનું ઓપનિંગ મળવાની સંભાવના

- text

‘KGF ચેપ્ટર 1’ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, જેને દેશભરમાંથી પ્રેમ મળ્યો હતો. દક્ષિણની સાથે ઉત્તરમાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તે રૂ. 250 કરોડથી વધુ કલેક્શન કરીને પ્રથમ સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ પણ બની. ‘KGF: ચેપ્ટર 2’ 14 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મને 50 કરોડની ઓપનિંગ મળી શકે છે.

અધીરા સાથે થશે રૉકી ભાઈની ટક્કર

‘KGF ચેપ્ટર 1’ની સફળતાને જોતા નિર્માતાઓએ મોટા પાયે સિક્વલ બનાવી છે. યશ ફરી એકવાર ફિલ્મમાં રોકી ભાઈના રોલમાં જોવા મળશે, પરંતુ આ વખતે તેની ટક્કર અધીરા (સંજય દત્ત) સાથે થશે. ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્તનો ખતરનાક લુક જોવા મળ્યો હતો. રવિના ટંડન પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે.

- text