મોરબી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી સબ જેલના કાચા કામના કેદી રજાકભાઈ ગફુરભાઈ મોવર ઉ.વ. 25 રહે. માળિયા મિયાણાવાળાને તા.28 જાન્યુઆરીથી તા. 29 માર્ચ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુક્ત કરવામાં આવેલ હોય, તા.30 માર્ચે સબ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ તેઓ હાજર થયા ન હોય માળિયા મીયાણા પોલીસે તેમને પકડી પાડી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.

- text