નવી પેન્શન યોજનાનો વિરોધ કરતી મોરબી જીએસટી કચેરી

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધનો મોરબી સ્ટેટ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી આજનો દિવસ બ્લેક ડે તરીકે મનાવ્યો હતો.

- text

મોરબી સ્ટેટ જીએસટી કચેરીએ આજરોજ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવ્યો હતો.ગુજરાત સરકારે 2005માં શરૂ કરેલ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના અમલમાં મુકવા માંગ કરી હતી.અન્ય રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અમલી બનાવવામાં આવેલ હતી.તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ હતી.

- text