ધો. 9 પ્રખરતા શોધ કસોટીમાં મોરબીની નાલંદા વિદ્યાલયે મેદાન માર્યું 

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટીમાં મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.વિદ્યાર્થીઓએ સારા પરિણામે સાથે સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ ક્રમાંકે આવી શાળાનું નામ રોશન કર્યું છે.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટીમાં નાલંદા વિદ્યાલય-મોરબીના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવ્યું હતું.પાંચોટિયા દક્ષ દીપકભાઈ સમગ્ર ગુજરાતમાં 12માં ક્રમે રહી 153.45 માર્ક્સ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ સાથે સમગ્ર ગુજરાતમાં પસંદ થયેલ 1000 ક્રમાંકમાં નાલંદા વિદ્યાલયના વડનગરા પ્રિયાંશુએ 156મુ સ્થાન,સરવાડા કવન 197મુ સ્થાન,ગમી સ્નેહ 259મુ સ્થાન,કાવર વ્રજ 260મુ સ્થાન અને ડુંડર માહીએ 382મુ સ્થાન મેળવી શાળા પરિવાર અને કુટુંબનું ગૌરવ વધાર્યું હતું.આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

- text