જાણો.. હિટવેવની સંભાવના વચ્ચે શું કરવું અને શું ન કરવું?

- text


મોરબીના પ્રજાજનોને સાવચેતી રાખવા તંત્રની અપીલ : જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર કરાયા

મોરબી : આગામી દિવસોમા રાજ્યમા હીટવેવની સંભાવના જોતા, હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-મોરબી દ્વારા, મોરબી જિલ્લાના પ્રજાજનો માટે સાવચેતીના પગલા લેવા માટે કેટલાક માર્ગદર્શક સુચનો જાહેર કર્યા છે.

શું કરવુ?

હીટવેવ દરમ્યાન મોસમની આગાહી જાણવા માટે નિરંતર રેડીયો સાંભળવુ, ટી.વી જોવુ, અને સમાચાર પત્ર વાંચતા રહેવુ, તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવુ, હલકા રંગના ઢીલા, અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનુ થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો, મુસાફરી દરમ્યાન સાથે પીવાનુ પાણી રાખવુ, સુર્યના સીધા પ્રકાશમા કામ કરવાનુ થાય, ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો,તથા માથા ગળા અને ચહેરા પર ભીનુ કપડુ રાખવુ, ઘરે બનાવેલા પીણા જેવાકે લસ્સી,કાંજી,લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો, હીટવેવની અસર દરમ્યાન સ્નાયુંનુ ખેંચાવુ, શરીર પર ફોલ્લી થવી,કમજોરી આવવી,માથુ દુખવુ ઉબકા આવવા,વધારે પરસેવો થવો,શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે.

- text

જો નબળાઇ અથવા બીમારી જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો,પશુ પંખીઓને શેડની નીચે/છાંયામા રાખો અને પીવા માટે પુરતા પ્રમાણમા પાણી આપતા રહો, ઘરને ઠંડુ રાખવા માટે પડદા, અને શટરનો ઉપયોગ કરો, રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાંનો ઉપયોગ કરો, અને વારંવાર ઠંડા પાણીથી નાહવુ, કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખો, કામદારો સુર્યના સીધા તાપમા કામ ન કરે તેની સાવધાની રાખો. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમા કામ કરવાનુ ટાઈમ ટેબલ બનાવવુ, બહાર કામ કરવાવાળાઓએ વારંવાર લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું.

શું ન કરવુ?

બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમા એકલા છોડવા નહી, સુર્યના તાપમા જવાનુ ટાળો, ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ દરમ્યાન, ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનુ ટાળો, બહારનુ તાપમાન વધારે હોય ત્યારે, વધારે મહેનતવાળુ કામ ન કરો. બપોરે ૧૨ થી ૩ દરમ્યાન કામ કરવાનુ ટાળો,તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમા ઓછો સમય રહો.ચા, કોફી, આલ્કોહોલ, અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો,વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલ ખાદ્ય પદાર્થો લેવાનુ ટાળો.

- text