સજનપર પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો

- text


ટંકારા : ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભ 2022માં દબદબો જોવા મળ્યો હતો.

- text

11માં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં સજનપર પ્રાથમિક શાળાના બહેનોની ટીમ રસ્સા ખેંચમાં પ્રથમ ક્રમાંકે આવી છે. જેમાં મોનિકાબેન, ભારતીબેન, મીનાબેન, પ્રીતિબેન, મધુબેન, માયાબેન તથા ગાયત્રીનગરના શિક્ષિકા વિભાબેન અને લજાઈ ગામના મહોત ઉમાબેન તેમજ પ્રાથમિક શાળાના શિક્ષિકા વિરમગામા મીનાબેન ચક્ર ફેકમાં પ્રથમ અને ગોળા ફેક દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. તેમજ શાળાના વિદ્યાર્થીઓમા બામણિયા રાહુલ 50 મીટર દોડમાં તાલુકામા દ્વિતીય ક્રમે જે હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ બામણિયા રાહુલ અને પરમાર કરિશ્માની DLSS જવા માટે પસંદગી થયેલ છે. જે બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- text