મોરબીમાં લાયન્સ કલબ દ્વારા નવોદય અને તક્ષશિલા સ્કૂલના ટીચરો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા વિદ્યાલય દ્વારા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન સંપન્ન થયું હતું.

મોરબીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા વિદ્યાલય ખાતે ટીચરો માટે બે દિવસીય TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન સંપન્ન થયું હતું.

TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રિજીયન ચેરપર્સન PMJF રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, લાયન્સ ક્વેસ્ટ પ્રોજેકટ ચેરમેન દીપકભાઈ દેત્રોજા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા , જિલ્લા RSS કાર્યવાહ હરેશભાઈ બોપલિયા, નિયામક શિશુ મંદિર સુનિલભાઈ પરમાર તેમજ નવોદય વિદ્યાલયના પ્રમુખ બિપિનભાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતંભાઈ કૈલા તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ વાસુદેવભાઈ જેઠલોજા, આચાર્ય રમેશભાઈ કૈલા, ટ્રસ્ટી ભરતભાઇ ચાપાણી તેમજ સર્વે લાયન સભ્ય અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

- text

લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગમા જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમ મંત્રી લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી કેશુભાઈ એચ. દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.

- text