મોરબીના ધરમપુર નજીક બાઈક સામસામે આથડાયા : ત્રણને ઇજા

- text


મોરબી : જુના સાદુળકાથી રાજકોટ જઈ રહેલા બાઇકને ધરમપુર નજીક સામેથી આવતા બાઈકે હડફેટે લઈ અકસ્માત સર્જતા 10 વર્ષના બાળક સહિત ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચતા બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના સાદુળકાથી બાઈક લઈને રાજકોટ જઈ રહેલા મગનભાઈ વિરજીભાઈ સોલંકી, ઉ.43, રહે. રાજકોટ ગ્રીનાલેન્ડ ચોકડી પાસે લાલપરી શેરી ન ૩ ચામુંડા ડેરી બાજુમાં વાળના બાઈક સાથે ધરમપુર નજીક GJ-03- DE- 4128ના સ્પ્લેન્ડર બાઇકના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

- text

આ અકસ્માતમાં ફરિયાદી મગનભાઈ વિરજીભાઈ સોલંકી, તેમના પુત્ર ક્રિષ્ના અને તેમની સાથે રહેલા દિલીપભાઈ સોલંકીને ઇજાઓ પહોંચતા બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક નંબરના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text