લખધીરગઢ ગામના બાલ ક્રીડાંગણમાં મહિલા મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાન

- text


વિશ્વ ચકલી દિવસ નિમિતે બગીચાની સાફ-સફાઈ કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના લખપતી લખધીરગઢ ગામે આવેલ બાલ કિડાંગણ બગીચાની સ્થાનિક મહિલાઓના મંડળ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.વિશ્વ ચકલી દિવસ હોવાથી મહિલાઓએ આખા બાગની સફાઇ કરી હતી.

- text

ટંકારા શહેર ઉપરાંત આજુબાજુના બાળકોને હીંચકે ઝુલવા,લપસિયા ખાવા,ફજરે ફરવા,રેલવે મુસાફરી કરવા,રમત ગમત કરવા માટે લખધીરગઢ ગામે પાદર ખાતે બાલ કિડાંગણ બગીચો આવેલ છે.જેમાં બેસવાના બાકડા,નયન રમ્ય ફુવારા સહિતની અન્ય સુવિધાઓ આવેલ છે.ઘટ્ટાટોપ વૃક્ષોમાં અનેક પક્ષીના કલરવ ગુંજતા હોય છે.બગીચાની વ્યવસ્થા ગામ લોકોએ સ્વખર્ચે ઉભી કરી છે.ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિતે રવિવારના રોજ સ્થાનિક મહિલા મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આખા બાગની સાફ-સફાઇ કરવામાં આવી હતી.

- text