મોરબીની બજારોમાં છેલ્લી ઘડી સુધી હોળી-ધુળેટીની ધૂમ ખરીદી

- text


લોકોએ છેલ્લી ઘડી સુધી ખજૂર, પતાસા, ધાણી, દાળિયા ટોપરું હારડા તેમજ અવનવી પિચકારી અને રંગબેરંગી કલરોની ખરીદી કરી

મોરબી : મોરબીમાં હવે ત્રીજી લહેરમાં કોરોના વિદાય લેવાની અણી ઉપર હોવાથી ભયમુક્ત બનેલા શહેરીજનો હોળી અને ધુળેટીની મનભરીને ઉજવણી કરવા ભારે ઉત્સાહિત થયા હતા. આજે હોળીના દિવસે છેલ્લી ઘડી સુધી બજારોમાં ધૂમ ખરીદી થઈ હતી. લોકોએ છેલ્લી ઘડી સુધી ખજૂર, પતાસા, ધાણી, દાળિયા ટોપરું હારડા તેમજ અવનવી પિચકારી અને રંગબેરંગી કલરોની ખરીદી કરી હતી. તેથી વેપારીઓના ચહેરા પણ મલકાયા હતા.

- text

મોરબીમાં આજે હોળીના દિવસે બજારોમાં લોકો ઉમટી પડ્યા હતા. બજારોમાં મોટી સંખ્યામાં લોકો હોળી અને ધુળેટીની ખરીદી માટે ઉમટી પડતા હવે લોકો રંગોત્સવ મનાવવા માટે ભારે અધિરા હોવાનું દેખાઈ આવ્યું હતું.શહેરના બજાર વિસ્તાર નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. અને હોળી માટે ખજૂર તેમજ પિચકારી અને કલરોની ખરીદી કરી હતી જ્યારે આજે રાત્રે હોળીના અવસર ઉપર ઠેરઠેર ભારે આસ્થાપૂર્વક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. લોકોએ હોલિકાની પ્રદીક્ષણા કરીને હોલિકા માતાની પૂજા અર્ચના કરી હતી. તેમજ હોલિકાની સાથે કોરોનાનું પણ કાયમી દહન થાય તેવી પ્રાર્થના કરી હતી.જ્યારે કાલે રંગોત્સવનું પર્વ હોવાથી દરેક અબાલવૃદ્ધ હેતથી રંગોના ભીંજાશે.

- text