મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા બ્લડની જરૂરિયાત તાકીદે પૂરી કરાઈ

- text


‌ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બી નેગેટિવ બ્લડની 5 બોટલની વ્યવસ્થા કરાઈ

મોરબી : તત્કાલ ધોરણે નેગેટિવ બ્લડની ઈમરજન્સી ઉભી થતા યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.નેગેટિવ બ્લડ ગ્રુપ મળવુ‌ ખૂબ જ જટિલ હોય છે અને બહુ મર્યાદિત લોકો નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે.તેમાંથી પણ લિમિટેડ લોકો જ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ હોય છે ત્યારે કોઈવાર આવા નેગેટિવ બ્લડની જરૂરીયાત ઉભી થતા ઓપરેશન અટકી પડે છે અને દર્દીઓથી લઈને ડોક્ટર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.ત્યારે ઈકાલે મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ હતી.તેથી યુવા આર્મી ગ્રુપ દ્વારા 5 બોટલ બ્લડની વ્યવસ્થા પુરી પડાઈ હતી.

મોરબીમાં ૨૦૧૮ થી યુવા આર્મી ગ્રુપ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે કાર્યરત છે અને દિવસ હોય કે રાત લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે અને હજારો લોકોને રક્તદાન રૂપી જીવનદાન આપી ચુક્યુ છે.આવી રીતે જ ગઈકાલે મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ હતી.જેની‌ જાણ બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી.યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક બી નેગેટિવ બ્લડની 5 બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે બદલ દર્દીના પરિજનો દ્વારા યુવા આર્મી ગ્રુપનો‌ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

તદુપરાંત ચાલુ મહિનામાં જ યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે બ્લડ ગ્રુપ એની 3 બોટલ,બીની 8 બોટલ,ઓ ની 4 બોટલ એબીની 3 બોટલ ,મળીને ૧૮ બોટલ નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.રક્તદાન રુપી સેવા કાર્યમાં જોડાવા માટે કે બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે ૨૪/૭ હેલ્પલાઈન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text