હમીરપર પ્રાથમીક શાળાના ભુતપૂર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


હાલમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા કે નિવૃત થયેલા પૂર્વ વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા

ટંકારા : હમીરપર ગામે પ્રાથમીક શાળામાં શિક્ષકે તરીકે તેમજ આચાર્ય તરીકે ફરજ બજાવી અભિષેકે આશરે ૧૫ વર્ષ પહેલા હમીરપર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે સેવા નિવૃત્ત થયા હતા.શિક્ષક દ્વારા ભુતપૂર્વ શ્રેષ્ઠ વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ સમુહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

હમીરપર ગ્રામજનોના અવિરત પ્રેમ અને લાગણીના સથવારે ૩૮ વર્ષ સુધી હમીરપર ગામે પ્રાથમીક શાળામાં શિક્ષણ તરીકે તેમજ આચાર્ય તરીકે ફરજ બજાવી આશરે ૧૫ વર્ષ પહેલા હમીરપર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે સેવા નિવૃત્ત થયા હતા.૩૮ વર્ષ ઉપરાંતની શિક્ષક તરીકેની લાંબી કારકિર્દી દરમ્યાન હમીરપર ગામના અનેક વિધાર્થીઓના જીવનમાં શિક્ષણની સાથે શિસ્ત,સંસ્કાર,સેવા અને સદ્મિાણનું સિંચન કરી શિક્ષણત્વ જાગૃત કરતા ગામના અનેક વિધાર્થીઓએ સફળતાના સોંપાન સર કરી સરકારી ફરજમાં વિવિધ હોદા પર બિરાજમાન થઇ ગામનું ગૌરવ વધાર્યું હતું.

શિક્ષક તરીકે આવા અનેક ભુતપૂર્વ વિદ્યાર્થીઓના જીવન વિકાણમાં સહભાગી થયાનો આનંદ વ્યકત કરવા તથા શિક્ષકના શ્રેષ્ઠ શિષ્ય તરીકે ગામને ગૌરવ અપાવ્યું હતું.તેવા ભુતપૂર્વ વિધાર્થીઓનું સન્માન કરવાનો તથા સમસ્ત ગ્રામજનો તરફથી આટલા વર્ષો સુધી મળેલ આદર, પ્રેમ,માન,સન્માનનું ઋણ ચુકવવા તેમજ પૌત્ર ‘અભિષેક’ એંઘાણ-૧૨ સાયન્સમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી મૅડીકલ (ઍમ.બી.બી.એસ.)માં પ્રવેશ મેળવતા આનંદની અભિવ્યકિત કરવા સમસ્ત ગ્રામજનો સાથે સમુહ ભોજનનું આયોજન ગત તા.13ને રવિવારના રોજ સાંજે 3:30 કલાકે પટેલ સમાજ વાડી, હમીરપર, ટંકારા ખાતે કરવામાં આવ્યું હતું.આ ત્રિવિધ કાર્યકમને સફળ બનાવવા તથા સમુહ ભોજનમાં સહભાગી થવા પરિવાર સહિત પધારવા આંમત્રણ આપવામાં આવ્યું હતું.

સન્માનીત ભુતપર્વ વિદ્યાર્થીઓમાં વિશિષ્ઠ સન્માન હમીરપર ગામના ગૌરવ સમાન સંત અને સૈારાષ્ટ્રના પ્રખ્યાત રામાયણકાર હરકાંતદાસ નિમાવતનું કરવમાં આવ્યું હતું.પોલીસ કમિશ્નર કચેરી,રાજકોટ શહેર જીવજ્રલાલ રતનશીભાઈ ભોરણીયાએ નોકરીની ફરજ દરમ્યાન જટીલ કેસોમાં ઉડાણ પૂર્વકની તપાસ કરી શ્રેષ્ઠ કામગીરી સબબ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું.વલ્લભભાઈ મોહનભાઈ ભોરણીયા પોલીસ ઈન્સ્પેકટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સેવા નિવૃત થયા બાદ હાલ હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપે છે.કાંતીલાલ ભુરાભાઈ રતનપરા ચીફ ફાર્માસીસ્ટ,સિવિલ હોસ્પિટલ રાજકોટ ફરજ દરમ્યાન હમીરપર ગામે મેડીકલ કેમ્પ તથા આંખોના નિદાન કેમ્પમાં આયોજન કરી ગામના અનેક દર્દીઓને મદદરૂપ થઈ સેવા આપેલ હતી.

- text

લાલજીભાઈ ભાણજીભાઈ ભોરણીયા (વાયરલેસ ઈન્સ્પેકટર,રાજય પોલીસ વડા કચેરી,અમદાવાદ), શાંતીલાલ ગોવિંદભાઈ ભોરણીયા (એ.એસ.આઈ. ટ્રાફીક બ્રાંચ, રાજકોટ શહેર), મહાદેવભાઈ હરીભાઈ ભોરણીયા (પી.એ.ટુ. જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત,રાજકોટ), સ્વ.મનસુખભાઈ ધરમશીભાઈ ભોરણીયા (પી.એ.ટુ પોલીસ કમિશ્નર,રાજકોટ શહેર), વિનોદભાઈ વશરામભાઈ ચીકાણી (પોલીસ હેડ કોન્સ્ટેબલ,મોરબી સીટી પોલીસ સ્ટેશન), ગોરધનભાઈ લીરજીભાઈ ચીકાણી (પ્રાથમીક શિક્ષક,જબલપુર,મંત્રી,ઉમિયા પરિવાર ટંકારા,સમુહ લગ્ન સમિતિ), પ્રભુલાલ અરજણભાઈ ભોરણીયા (નિવૃત શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, રેડીયો કલાકાર, ભજનીક), રાજેશકુમાર ભુરાભાઈ રતનપરા (પ્રાઈવેટ સેક્રેટરી ટુ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, રાજકોટ (કલાસ-૧ ઓફિસર) હમીરપર ગામમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી આઠ વર્ષ પહેલા રામજી મંદિર નિર્માણ કાર્યમાં અને તાજેતરમાં પટેલ સમાજ વાડી નિર્માણ કાર્યમાં સહભાગી થઈ માતબર રકમનું ભંડોળ એકત્રીત કરાવી સમાજ વાડીનું નિર્માણ કરવામાં સહભાગી થઈ સેવાની જયોત પ્રજજવલ્લીત કરી હતી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

હમીરપર પ્રાથમિક શાળા નિવૃત આચાર્ય લાલજીભાઈ ખીમજીભાઈ પાડલીયા,હેમલતાબેન લાલજીભાઈ પાડલીયા તથા પડલીયા પરિવાર – હમીરપર અને શુભેચ્છક તરીકે અરવિંદભાઈ લાલજીભાઈ પાડલીયા,વર્ષાબેન અરવિંદભાઈ ડિલીયા,અભિષેક અરવિંદભાઈ પાડલીયાએ જહેમત ઉઠાવી હતી.

- text