સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે મોરબી જિલ્લામાં અમલીકરણ સમિતિઓની રચના કરાઇ

- text


અભિયાન અંતર્ગત જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો હાથો ધરાશે

મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસા પહેલાં જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો લોકભાગીદારી, મનરેગા, ખાતાકીય રીતે થાય તે માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે. આ આયોજન અનુસાર જિલ્લા કક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી,હયાત ચેકડેમોનું ડીસીલ્ટિંગ,હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટિંગ, હયાત/નુકસાન પામેલ ચેકડેમોનું રીપેરીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓની સફાઇ, નહેરોની મરામત/જાળવણી/સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ,માટીપાળા,વનતળાવ,ખેત તલાવડી,શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનોમાં વાલ્વમાંથી થતાં પાણીનો બગાડ રોકવા વગેરે જેવા કામો આયોજનબદ્ધ રીતે કરવા માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે.

- text

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાનના અમલીકરણ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ તેમજ તાલુકાકક્ષાની સમિતિઓના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારીઓને ફરજો સોંપવામાં આવી છે.આ ઉપરાંત સમિતિના સભ્યો તરીકે જિલ્લા વિકાસ અધિકારી,કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,નાયબ વન સંરક્ષક,પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,સૌરાષ્ટ્ર શાખા નહેર,ભુસ્તરશાસ્ત્રી,પંચાયત સિંચાઇ વિભાગ,ચીફ ઓફિસર તેમજ જિલ્લા જળ સ્ત્રાવ એકમ જેવા વિભાગોનો જિલ્લા કક્ષાની સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તાલુકા કક્ષાની સમિતિમાં તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર,જળસિંચન પેટા વિભાગ,ક્ષાર અંકુશ પેટા વિભાગ,જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ સહિતના એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- text