મોરબી સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો

- text


અન્ય રાજ્યની મહિલાઓને પણ તેમના પરીવારજનો સાથે મિલન કરાવ્યા

મોરબી : મોરબી ગત તા.૧-૦૩-૨૦૧૯ના રોજ પીડિત મહિલાઓ માટે સખી- વન સ્ટૉપ સેન્ટર હંટર ટ્રેનિંગ કોલેજ,વી.સી. ફાટક પાસે શરુ કરવામાં આવ્યુ છે. મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુરસ્કૃત,મહિલા અને બાળ – વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આ વન સ્ટૉપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તેનુ સંચાલન માધવી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

આ સેન્ટર મહિલાઓ માટે ૨૪ કલાક ખુલ્લુ રહે છે,જેથી આ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે.એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે ૨૯૦ જેટલા સમસ્યાઓના કેસો આવેલ હતા.જેમા સગીર વયથી માંડીને વયોવૃદ્ધ સુધીના પીડિતાના કેસો નોંધાયા છે.અલગ-અલગ રાજ્યની મહિલાઓ/યુવતીઓ મોરબી આવી પહોંચેલ તેને અહીં સખી – વન સ્ટૉપ સેન્ટર પર લાવવામાં આવે છે અને તેણીઓનું કાઉન્સેલીંગ કરીને તેઓને પરીવારજનો સાથે આ સેન્ટર મારફતે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.

- text

સખી વન સ્ટોપ સેન્ટર મોરબીની વાત કરીએ તો ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મારફતે ૯૯ કેસો,પોલીસ સ્ટેશન મારફતે ૩૧ કેસો,અન્ય સસ્થા દ્વારા ૦૧ કેસ તેમજ ૧૬૦ કેસમાં પીડિતાઓએ સીધા જ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી છે.

આ સેન્ટર ખાતે હિંસાથી પીડિત મહિલાઓની કાયદાકીય, તબીબી સહાય, પોલીસ સહાય,કાઉન્સેલીંગ,માર્ગદર્શન તેમજ આશ્રય આપવામાં આવે છે. આ સખી-વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારી ઈઝાઝ આઈ.મન્સુરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ ૨૪x૭ કલાક કાર્યરત છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ ૧૫૫ જેટલા યુવતી/મહિલાઓને (બાળકો) સાથે આશ્રય આપવામાં આવ્યો હતો.જેમાં યુવતી/મહિલાઓનુ કાઉન્સેલીંગ કરીને સમાધાન કરાવી તેણીના પરિવારજનોને સોંપવામાં આવેલ હતા.

- text