આંગણવાડી તથા આશા બહેનો સહિતના મહિલા કર્મચારીઓ સાથે અન્યાય મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત

- text


 

મોરબી : સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ, આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયને મહિલા કર્મચારીઓને થતા અન્યાય મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે આજરોજ ૮મી માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ પ્રસંગે, ગુજરાતની ૧ લાખ ૪૦ હજાર આંગણવાડી-૪૦ હજાર આશા વર્કર-ફેસીલીએટર બહેનો, ૩૦ હજાર મધ્યાન્હ ભોજન વર્કર બહેનો અને ગુજરાત મહિલાઓની વેદનાઓ અને
પ્રશ્નો પ્રત્યે ધ્યાન દોરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં ગામડે ગામડે જીવના જોખમે સેવા બજાવતી હજજારો સેવાર્થી મહિલાઓ બાબતે અનેક વખતની રજુઆતો છતાં આ બહેનોની મઝાક ઉડાવાઈ છે કોઈપણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. સરકાર મહિલા સશકિતકરણની જાહેરાતો કરે છે. પરંતુ સરકારી વિભાગમાં જ જીવનાં જોખમે સતત સેવા આપતી બહેનોની સતત અવગણના પ્રત્યે સખ્ત રોષ પ્રગટ કરીએ છીએ. પોંડીચેરીમાં રૂા.૨૫૦૦૦/-, હરિયાણામાં રૂા.૧૧,૮૦૦/-, મધ્યપ્રદેશમાં રૂા.૧૦,૫૦૦/-, આમ અન્ય રાજયોમાં આંગણવાડી વર્કરો, આશા વર્કરો-ફેસીલીએટરોના પગારો– ભથ્થા ચૂકવાય છે. નિવૃતિ વય મર્યાદા ૬૦ ઉપર છે. ગુજરાતના આવા અનેક પડતર પશ્નો અનેક વખત રજુઆતો કર્યા છતાં, ગુજરાત સરકાર મહિલા સેવાર્થીઓના પ્રશ્નો બાબતે અવગણના જ કરી રહી છે.

- text