ટંકારા આર્યસમાજ ખાતે મહિલા દિવસની ઉજવણી

- text


 

સશક્ત સમાજમાં મહિલાઓનું યોગદાન, સમસ્યા અને સમાધાન ઉપરાંત અનેક બાબતો અંગે માહિતી અપાઈ

ટંકારા : મહિલા દિવસ નિમિત્તે આજ રોજ સાંજે 4 થી 6:30 કલાક સુધી આર્યસમાજ,ત્રણ હાટડી,ટંકારા ખાતે મહિલા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં માતા,બહેનો, દીકરી અને પુત્રવધૂ આર્ય વિરાગના હાજર રહ્યા હતા. જેમાં કાર્યક્રમના અધ્યક્ષા તથા મુખ્ય વક્તા તરીકે નયનાબેન ભાલોડીયા (મહિલા કોલેજ મોરબી) તથા અસ્મિતાબેન ગામી (ઓરપેટ કન્યા છાત્રાલય ટંકારા)ડૉક્ટર ફાલ્ગુનીબેન બિપિનભાઈ ભીમાણી હાજર રહી કન્યા કેળવણી અને કર્તવ્ય ઉપર ભાર પુર્વક વક્તવ્ય આપ્યું હતું.

- text

ઉપરાંત ટંકારા મહિલા ફોજદાર ગોંડલિયાબેને સુરક્ષા સલામતી અને શાંતિ માટે હમેશા તત્પર રહેતી ખાખીની મહિલા માટેની કાયદાકીય વાત કરી હતી. ઉપરાંત ટંકારા નાયબ મામલતદાર પુજાબેન અજાણા સહિત આર્ય રંગમા રંગાઈ ગયેલા મનીપરા પ્રભાબેન, બારૈયા હિનાબેન, પરમાર દિવ્યાબેન, દુબરીયા રસિલાબેન, દુબરીયા મનિષાબેન, દુબરીયા ભાવનાબેન, પ્રજાપતિ ગાયત્રીબેન, પડસુંબિયા વનિતાબેન, પરમાર ડોલીબેન, રાઠોડ અંકિતાબેન, બોડા કાજલબેન, કોરીંગા નીતાબેન, પરમાર જયશ્રીબેન, રંગપરીયા કંચનબેન, લો કૈલાસબેન અને પરમાર નિમિષાબેન દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- text