હળવદ નજીક ટ્રેન હડફેટે બે યુવાનોના મૃત્યુ

- text


સુખપર નજીક રેલવેમાં કામ કરતા કોન્ટ્રાકટરના શ્રમિકનું અને હળવદ ટેલિફોન એક્સચેન્જ નજીક વિપ્ર યુવાનનું મૃત્યુ

હળવદ : હળવદ નજીક ટ્રેન અકસ્માતની બે અલગ – અલગ ઘટનાઓમાં બે યુવાનના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજતા રેલવે અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુખપુર નજીક રેલવે કોન્ટ્રાક્ટરના ઉત્તરપ્રદેશના વતની શ્રમિક કર્મચારી સત્યવીરસિંહ કુસવા ઉ.37 ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે હળવદ ટેલિફોન એક્સચેન્જ નજીક બીજી ઘટનામાં હળવદ દિવ્ય પાર્કમાં રહેતા પરેશભાઈ ધનશંકરભાઈ મહેતા ઉ.32 ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે રેલવે પોલીસ અને હળવદ સ્થાનિક પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text