યુક્રેનમાં ફસાયેલ મોરબીની યુવતી બુચારેસ્ટ શેલ્ટર કેમ્પ પહોંચી

- text


મોરબી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ કૂનપરા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ આશ્વાસન પાઠવ્યું

મોરબી : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે આ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે.ત્યારે મોરબી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ મોરબીની યુવતીને ભારત પરત લાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે.મોરબી જિલ્લાના વહીવટીતંત્રના પ્રયાસોથી મોરબીની યુવતી અને તેમના સહપાઠીઓ રોમાનિયાના ઓટોપેની બુચારેસ્ટ ગત રાત્રે એરપોર્ટ શેલ્ટર કેમ્પ પહોંચી ગયા હતા.સાથો -સાથ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ યુવતીના પરિવારજનો સાથે પણ સતત સંપર્કમાં રહી રૂબરૂ મળીને પણ આશ્વાસન આપ્યું હતું.

મોરબીની યુવતી શૈલજા કુનપરા અને તેમના સહપાઠી મિત્રો તા.1માર્ચના રોજ માયકોલવીવ યુક્રેનથી બસ દ્વારા બોહીકંટ્રી માલદોવા પહોંચ્યા હતા.ત્યાંથી અન્ય બસ દ્વારા 40 કલાકની મુસાફરી કરી રોમાનિયાના ઓટોપેની બુચારેસ્ટ ગત રાત્રે એરપોર્ટ શેલ્ટર કેમ્પ પહોંચ્યા હતા.તેઓની આ સફર દરમ્યાન મોરબી જિલ્લા વહીવટી તંત્ર અધિકારી ગણ સતત તેના સંપર્કમાં રહ્યા હતા.આ સાથે શૈલજાના પરિવારજનો ચિંતિત હોવાથી મોરબી જિલ્લા ડેપ્યુટી કલેકટર ડી.એ ઝાલા,જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ,નાયબ મામલતદાર જે.પી.પાલિયા અને અન્ય અધિકારીગણ રૂબરૂ શૈલજાના પરિવારજનોના ઘરે જઈને હિંમત અને આશ્વાસન આપ્યા હતા.

આ ઉપરાંત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, હળવદ-ધ્રાગધ્રા MLA પરષોત્તમ સાબરીયા,કચ્છથી વિનોદ ચાવડા પણ ફોન દ્વારા સતત સંપર્કમાં રહ્યા હતા.બુચારેસ્ટ શેલ્ટર કેમ્પ રોમાનિયામાં ભારતીય નાગરીક ઉડ્યનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રૂબરૂ ભારતીય વિદ્યાર્થીઓને મળીને તેમને સલામત સ્થળાંતર માટે એરલિફ્ટનું મોનીટરીંગ કરી રહ્યા છે.જેથી વહેલી તકે શૈલજા અને તેમના મિત્રો ભારત પરત પહોંચી જશે તેવો આશાવાદ પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text