21 વર્ષ બાદ મોરબીનું ઐતિહાસિક મણીમંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું

- text


રાજવી પરિવાર દ્વારા નક્કી કરાયેલા સમય દરમિયાન ભાવિકો માત્ર દર્શન કરી શકશે.

મોરબી : મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક રાજવી વિરાસત એવા વાઘ મહેલ એટલે કે મણિમંદિરને વર્ષો બાદ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજવી પરિવાર દ્વારા સવારથી સાંજ સુધી નિયત સમય દરમિયાન નાગરિકોને અહીં આવેલા ધર્મસ્થાનમાં દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

ઈસવીસન ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે રૂપિયા 30 લાખના ખર્ચે નિર્માણ કરાવેલા વાઘ મહેલ એટલે કે મણિમંદિરને મોરબીની જળહોનારત પણ હલાવી શકી ન હતી. આ વાઘ મહેલમાં ૧૩૦ જેટલા ભવ્ય ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલને વિલિંગ્ડન સેક્રેટરીએટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૈકા જુના વાઘ મહેલને વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે વ્યાપક નુકશાન પહોંચતા અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવ્યા બાદ રાજવી પરિવાર દ્વારા નાગરિકો માટે મણીમંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. અહીં નાગરિકો સવારે 9થી બપોરે 12 કલાક સુધી અને બપોરે 3થી સાંજે 6 કલાક દરમિયાન મુલાકાત લઈ શકશે. જો કે, મણીમંદિરમાં ફોટો અને વિડિયોની મનાઈ ફરમાવવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text