સાયકોલોજીકલ થ્રિલર ગેસલાઇટ ફિલ્મના શૂટિંગ માટે વિશાળ કાફલો મોરબીમાં

- text


સારા અલીખાન, ચિત્રાંગદાસિંહા અને વિક્રાંત મેસી સહિતના 75 ક્રુમેમ્બરોનું મોરબીની સરોવર પોર્ટિકો હોટેલમાં રોકાણ

મોરબી : વર્ષ 1940માં બ્રિટનમાં અને 1944માં અમેરિકામાં નિર્માણ થયેલ અને સુપર – ડુપર હિટ થયેલી ગેસલાઇટ ફિલ્મ હવે બૉલીવુડ ડિરેક્ટર દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે હાલમાં સુકાની પવન ક્રિપલાણીના નેતૃત્વમાં સારા અલીખાન, ચિત્રાંગદાસિંહા અને વિક્રાંત મેસી સહિતના 75 ક્રુમેમ્બરોનો કાફલો ત્રણ દિવસથી મોરબી આવી પહોંચ્યો છે અને દરરોજ ફિલ્મના શૂટિંગ માટે વાંકાનેરના રાજવી પૅલેસ ખાતે કાર્યરત બન્યા છે.

બૉલીવુડ ફિલ્મ નિર્માતા દ્વારા ગેસલાઇટ ફિલ્મનું શૂટિંગ વાંકાનેરના રાજવી પૅલેસ ઉપરાંત મોરબીના મહત્વપૂર્ણ સ્થળો ઉપર કરવામાં આવનાર હોય ફિલ્મ મુખ્ય કલાકાર સારા અલીખાન, ચિત્રાંગદાસિંહા અને વિક્રાંત મેસી તેમજ અન્ય સપોર્ટીંગ એકટર તેમજ વિશાળ ક્રુમેમ્બર કાફલો હાલમાં મોરબીની સરોવર પોર્ટીઓ હોટલ ખાતે ઉતર્યો છે. હોટેલ સરોવર પોર્ટિકોના સંચાલક મેહુલભાઈએ ઉમેર્યું હતું કે, ગેસલાઇટ ફિલ્મના શૂટિંગ માટે આવેલ કલાકારો માટે હોટેલમાં 35 રૂમ બુક કરાયેલા છે અને કુલ મળી 75 જેટલા ક્રુમેમ્બરો સામેલ છે. વધુમાં દરરોજ સવારમાં બૉલીવુડ સ્ટાર સાથેનો કાફલો વાંકાનેર જતો રહે છે અને સાંજના સમયે પરત ફરે છે.નોંધનીય છે એ સતત એક મહિના માટે આ ફિલ્મનું શૂટિંગ કરવા વાંકાનેર રાજવી પૅલેસ બુક કરવામાં આવ્યો હોવાનું વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1940માં બ્રિટનમાં અને 1944માં અમેરિકામાં આ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મનું નિર્માણ થયું હતું અને તે સમયે આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી અને અનેક એવોર્ડ પણ આ ફિલ્મને મળી ચુક્યા છે ત્યારે બૉલીવુડ નિર્માતા આ ફિલ્મને કેવો ટચ આપે છે તે આગામી જુલાઈ 2022માં ફિલ્મ રૂપેરી પડદે રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text