તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં ભરતનગર પ્રાથમિક શાળાનો દબદબો

- text


 

મોરબી: તાજેતરમાં યોજાયેલી તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં ભરતનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત ભાવનાને મજબૂત કરવામાં પુસ્તક વાચક સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે અભિવ્યક્ત થવા માટેનું માધ્યમ છે.વાંચન એ ભાષા અને લેખન કૌશલ્યોને સક્ષમ બનાવે છે. તેમજ પુસ્તક વાંચનથી શબ્દ ભંડોળ,સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસણી, કલ્પનાશક્તિ વગેરેમાં વધારો થાય છે.

- text

તાજેતરમાં યોજાયેલી તાલુકા કક્ષાની ઓનલાઇન પુસ્તક વાચક સ્પર્ધામાં ભરતનગર પ્રાથમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ મેદાન માર્યું છે. જેમાં ધોરણ 8ની વિદ્યાર્થીની પાંચોટિયા આસ્થા કાંતિલાલ પ્રથમ નંબરે,ધોરણ 7ની ચંદ્રાલા સુહાની બળદેવભાઈ પ્રથમ નંબરે તેમજ ધોરણ 6ની પાંચોટિયા શ્રિયા ગુણવંતભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.આ વિદ્યાર્થિનીઓને ભરતનગર પ્રાથમિક શાળા પરિવારે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.

- text