મોરબીમાં હાઇવે પર ગાઢ ધૂમમ્સના કારણે વાહનચાલકો પરેશાન

- text


સવારે 9 વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું : 20 ફૂટની જ વિઝીબલિટી

મોરબી : મોરબીમાં રવિવારે સવારે ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતુ. આ ગાઢ ધુમ્મસ ખાસ કરીને મોરબી-હળવદ હાઇવે પર જોવા મળી હતી. અને સવારે 9 વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અને માત્ર 20 ફૂટ જેટલી જ વિઝીબલિટી હોવાથી હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

મોરબીમાં ગાઢ ધૂમમ્સ સવારે 9 વાગ્યા સુધી રહેતા મોરબીને જોડતા હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 20 ફૂટ જેટલી જ વિઝીબલિટીના કારણે કામ પર જતાં લોકોને સમયસર પોતાના સ્થળે પોહચી શક્યા ન હતા. અને ગાઢ ધૂમમ્સનું સામ્રાજ્ય ખાસ કરીને મોરબી હળવદ હાઇવે પર જોવા મળ્યું હતું. જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો.

- text