તંજાવુરમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલે મોરબીમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન

- text


સરકાર બળજબરીથી ધર્માંતરણ સામે કાયદો બનાવે તેવી માંગ

મોરબી : તામિલનાડુની વિદ્યાર્થિની લાવણ્યા પર થયેલ ધર્મપરિવર્તન અને આત્મહત્યા મામલે મોરબીમાં ABVP દ્વારા કેન્ડલ માર્ચ તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર બળજબરીથી ધર્માંતરણ સામે કાયદો બનાવે તેવી માંગ કરવામાં આવી છે.

તમિલનાડુના તંજાવુર જિલ્લાની સેક્રેડ હાઈસ્કૂલમાં ધર્માંતરણના દબાણને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયેલી વિદ્યાર્થીની લાવણ્યા માટે ન્યાય મેળવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ મામલે રાજ્ય સરકારની અસંવેદનશીલતા એ હકીકત દ્વારા પ્રદર્શિત થાય છે કે સરકારે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સી.બી.આઈ. તપાસના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અને હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કેસ સી.બી.આઈ.ને સોંપવાનો આદેશ આપ્યો હતો. આનાથી લાવણ્યાને ન્યાય માટે લડી રહેલા યુવાનોને આશા જાગી છે.

“તમિલનાડુ સરકાર અને વહીવટીતંત્ર લાવણ્યાના આત્મહત્યાના કેસને દબાવવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે, પરંતુ દરેક એ.બી.વી.પી. કાર્યકર્તા પણ લાવણ્યાને ન્યાય ન મળે ત્યાં સુધી લડવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર, પોતાની ભૂલ અને મિશનરીઓના દુષ્કૃત્યોને છુપાવવા માટે હાઈકોર્ટના આદેશનો અનાદર કરવામાં નિષ્ફળ ગયા નથી.

“તામિલનાડુ સરકારે બર્બરતાની તમામ હદો વટાવી દીધી છે. સરકાર લાવણ્યા માટે ન્યાયની માંગણી કરતા અવાજોને દબાવવાનો સખત પ્રયાસ કરી રહી છે પરંતુ એ.બી.વી.પી. તેના હેતુ માટે લડવા માટે પ્રતિબદ્ધ છે. જ્યાં સુધી લાવણ્યાને ન્યાય ન મળે ત્યાં સુધી આગામી લડત ચાલુ રાખીશું, આગામી સમયમાં સિગ્નેચર કેમ્પેન તેમજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરીશું. અને સરકારને વિનંતી કરીશું કે બળજબરીથી ધર્માંતરણ સામે કાયદો બનાવે અને કોઈ વિદ્યાર્થીનીને આવા ઘૃણાસ્પદ કૃત્યનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરે.” તેમ ABVP મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text