મોરબીના ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરી વાત્સલ્ય દિવસની ઉજવણી

- text


“હું ભારત માતાને ચાહું છું” કાર્યક્રમ અંતર્ગત પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : મોરબીના ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં “હું ભારત માતાને ચાહું છું” કાર્યક્રમ અંતર્ગત ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અને પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ “હું ભારત માતાને ચાહું છું” (I Love Bharat Mata) કાર્યક્રમનું આયોજન શહેરના શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જે. એસ. ભાડેશિયાના વરદ હસ્તે માં ભારતીનું વિધિવત પૂજન કરી કાર્યક્રમની શરૂઆત થયેલ હતી. આજે જ્યારે વિદેશી સંસ્કૃતિનું આપણાં દેશના યુવાનોને ઘેલું લાગ્યું છે ત્યારે વેલેન્ટાઇન દિવસને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી ભારતમાતા પ્રત્યે આપણો પ્રેમ, લાગણી અને સમર્પણની અભિવ્યક્તિ વ્યક્ત કરી “ભારત માતા”નું પૂજન કરી એક નવો રાહ ચીંધવાનો કાર્યક્રમનો હેતુ છે.

આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, સિંધી સમાજના તુલસીભાઈ, ઓમ શાંતિ ગ્રુપના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પત્રકારો, ઇન્ડીયન લાયન્સ ગુજરાત સ્ટેટ ઉપપ્રમુખ ધીરુભાઈ સુરેલિયા, પ્રમુખ ભાવેશભાઈ, સેક્રેટરી હર્ષદભાઈ તથા ક્લબના સભ્યો વિશાળ સંખ્યામાં હાજર રહેલ અને તમામ લોકોએ પૂજન કરી પુષ્પ અર્પણ કરી મોઢા મીઠા કરેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામા હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ તો મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ એ વૈદિક વિધિથી પૂજન કરાવેલ હતું. આમ, ક્લબના સભ્યો એ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text