ઘર પાસે પાણી કેમ કાઢશ કહી નીલેશે ભાવનાબેનને પાઇપ ફટકાર્યો

- text


વજેપરમા બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં ઘર પાસે પાણી કેમ કાઢશ કહી નિલેશ નામના શખ્સે પાડોશમાં રહેતા ભાવનાબેનને ગંદી ગાળો આપી માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 17માં રામાપીર મંદિરથી આગળ રહેતા ભાવનાબેન ભુપતભાઈ ખાણધર નામના મહિલાને પાડોશમાં જ રહેતા નિલેશભાઈ અરજણભાઈ સતવારા નામના યુવાને મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે તેમ કહી જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલી લોખંડના પાઈપ વડે માથામાં એક ઘા મારી ઈજા પહોંચાડતા ભાવનાબેને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભાવનાબેનની ફરિયાદને આધારે આરોપી નિલેશભાઈ અરજણભાઈ સતવારા વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી નીલેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text